Junagadh Rain: ઉબેણ નદીનું પાણી ધંધુસર ગામના પાદર સુધી પહોંચ્યું લોકોમાં ભયનો માહોલ - water of Junagadh Uben river
જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના ધંધુસર ગામમાં ઉબેણ નદીનું પાણી પહોંચતા લોકો ભારે મુશ્કેલીમાં જોવા મળી રહ્યા છે. ઉપરવાસમાં પડેલા અતિ ભારે વરસાદને કારણે ધંધુસર ગામ નજીકથી પસાર થતી ઉબેણ નદીનું પાણી ગામના પાદર સુધી પહોંચી ગયું છે. જેને કારણે ગામ લોકો ભારે ચિંતામાં જોવા મળી રહ્યા છે. પાટણવાવ વાડોદર અને ભાડેર ગામમાં પડેલા અતિ ભારે વરસાદને કારણે તેનું પાણી નદીમાં આવી રહ્યું છે. જેને કારણે ખૂબ સામાન્ય વરસાદ હોવા છતાં પણ ધંધુસર ગામ આજે પૂરના પાણીના સંકટ પર ઉભેલું જોવા મળી રહ્યું છે. જેને કારણે ગામ લોકોમાં પણ ભારે ભય જોવા મળે છે. જોકે, જૂનાગઢ શહેરમાં પણ જોરદાર વરસાદ થવાને કારણે અનેક વિસ્તારમાં સ્થિતિ જળબંબાકાર થઈ ગઈ હતી. ભવનાથથી લઈને શહેરના મુખ્ય રસ્તાઓ પર જાણે નદી વહેતી હોય એવું ચિત્ર જોવા મળ્યું હતું.