Ganga Ghat: ઋષિકેશમાં ગંગાનું જળસ્તર ઘટ્યું, શિવ મૂર્તિનો જુઓ વીડિયો
ઉત્તરાખંડમાંભારે વરસાદને કારણે સોમવારે ગંગાના જળ સ્તરમાં વધારો થયો છે. સ્થિતિ એવી હતી કે ગંગાનું પાણી ઋષિકેશમાં શિવ પ્રતિમા સુધી પહોંચી ગયું હતું. સોમવારે, એવું લાગતું હતું કે ગંગા પોતે જ ભગવાન શિવનો જલાભિષેક કરી રહી છે. આજે ગંગાના જળ સ્તરમાં ઘટાડો થયો છે. હવે શિવ મૂર્તિમાંથી પાણી ઉતરી ગયું છે. આજે ઋષિકેશમાં પરમાર્થ નિકેતન સ્થિત ગંગા ઘાટ પર પાણીનું સ્તર થોડું ઓછું થયું છે. આજે અહીંનું દૃશ્ય અદ્ભુત લાગે છે. આ પહેલા સોમવારે જ્યારે ગંગાનું જળ સ્તર ભગવાન શિવની મૂર્તિ સુધી પહોંચ્યું હતું. ત્યારે લોકોને 2013ની દુર્ઘટના યાદ આવી ગઈ હતી. સોમવારે ઋષિકેશથી હરિદ્વાર સુધી તમામ જગ્યાએ પાણી ભરાયા હતા. જો કે આજે પાણીની સપાટીમાં ઘટાડો થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.