ગુજરાત

gujarat

water-filled-at-ahmedabad-international-airport-video-went-viral

ETV Bharat / videos

Ahmedabad Airport: અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ભરાયા પાણી, વીડિયો થયો વાયરલ - વીડિયો થયો વાયરલ

By

Published : Jul 23, 2023, 1:52 PM IST

Updated : Jul 23, 2023, 2:11 PM IST

અમદાવાદ:શહેરમાં ગતરોજ બે કલાકમાં 4 ઈંચ વરસાદથી શહેરના અનેક જગ્યા પર જળબંબાકારની સ્થિતિ ઉભી થયી હતી. અનેક વિસ્તારમ ઘૂંટણ સમા પાણી ભરાયા હતા ત્યારે બીજી બાજુ અમદાવાદનું ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પાણી ભરતા એક પ્રવાસી વીડિયો ઉતારી વાયરલ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહેરમાં બે કલાક 4 ઈંચ વરસાદ વરસતા વિસ્તારોમાં પણ ઘૂંટણસમા પાણી ભરાયા હતા. સોસાયટીઓમાં પણ પાણી ભરાતા લોકોમાં મુશ્કેલી પડી રહી હતી.એસ.જી હાઈવે, આશ્રમ રોડ, શ્રીજી રોડ સહિતના હાઇવે ઉપર લાંબા ટ્રાફિકને પણ દ્રશ્યો જોવા મળી આવ્યા હતા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રીમિયમ કામગીરી માટે કરોડ રૂપિયા ફાળવવામાં આવે છે. પરંતુ થોડાક જ વરસાદ વરસતા અમદાવાદ શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાતી હોય છે. તમામ ફ્લાઈટ્સના ટચડાઉન પહેલાં અને ડિપાર્ચર પછીની તમામ ફ્લાઇટના ટાઈમ ટેબલ પર દેખરેખ અહીં ગ્રાઉન્ડ ફ્લોર પરથી ATC ઓફિસથી નિયંત્રિત અને મોનિટર કરવામાં આવે છે. ઓફિસના મોટાભાગના વિસ્તારોમાં પગની ઘૂંટી ડૂબે એટલા પાણી ભરાયા હતા. તેવામાં રાત્રે 9 વાગ્યા સુધીમાં પરિસ્થિતિ સામાન્ય થઈ ગઈ હતી, અને કામગીરી સરળ હતી. જોકે આ સમયે પાણી ભરાયા હોવાથી શોર્ટ સર્કિટ વિશે ગંભીર ચિંતાઓ હતી, કારણ કે રડાર મેનેજમેન્ટ અને નેવિગેશન સિસ્ટમ માટેના મોટાભાગના વાયરિંગ અંડરગ્રાઉન્ડ છે. જોકે ત્યારપછી સ્થાનિક કર્મચારીઓ દ્વારા જ પાણી ભરાયેલા વિસ્તારોને સાફ કરવાનો પ્રયાસો હાથ ધરાયો હતો.

  1. Surat News: ભારે વરસાદને કારણે કીમ-માંડવી સ્ટેટ હાઇવે પર ઘૂંટણ સમાં પાણી ભરાઈ ગયા
  2. રાજકોટનો જીવાદોરી સમાન આજી ડેમ ઓવરફ્લો, જૂનાગઢ જતી 40 એસટી બસો બંધ
Last Updated : Jul 23, 2023, 2:11 PM IST

ABOUT THE AUTHOR

...view details