વીડિયો : ધારાસભ્યએ લીધો આદિવાસી રાસનો લહાવો - Video Viral On Social Media
9 ઓગસ્ટ એટલે વિશ્વ આદિવાસી દિવસ રાજ્યમાં ઉજવણી કરવામાં આવી રહી છે. રાજ્યમાં અનેક જગ્યાએ આદિવાસી દિવસની ઉજવણી થઇ રહી છે, ત્યારે વડોદરાનાં વાઘોડિયામાં પણ વિશ્વ આદિવાસી દિવસની (World Tribal Day 2022) ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં સામાન્ય પ્રજાની સાથે વાઘોડિયાનાં ભાજપનાં ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ પણ જોડાયા હતા. આ દરમિયાન, દબંગ ધારાસભ્ય મન મૂકીને નાચ્યા હતા. જેનો વિડીયો સામે આવ્યો છે. ઉજવણીમાં મોટી સંખ્યામાં આદિવાસી લોકો અલગ અલગ વેષ ભૂસા પહેરી રેલીમાં જોડાયા હતા. ધારાસભ્યએ હાથમાં તીર કામઠું પકડી આદિવાસી ડાન્સ (Tribal dance) કર્યો હતો. મધુશ્રી વાસ્તવની આવી આગવી અદા જોઇને ઉપસ્થિતિ સૌ કોઇ જોતા રહી ગયા (Video Viral On Social Media) હતા.
Last Updated : Feb 3, 2023, 8:26 PM IST