અમદાવાદમાં શાંતિ પુર્ણ રીતે મતદાન થયું પુર્ણ - મતદાની ટકાવારી ઓછી
અમદાવાદ ગુજરાત વિધાનસભા 2022ની(Gujarat Assembly Election 2022) ચૂંટણી આખરે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય છે. સવારમાં ત્રણ કલાકમાં લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. પરંતુ બપોર સમય ક્યાંક ને ક્યાંક મતદાની ટકાવારી(Ahmedabad assembly seat) ઓછી જોવા મળી હતી. અને આખરીના બે કલાક પણ મતદાનમાં ત્રણથી ચાર ટકા જેટલો વધારો જોવા મળ્યો હતો. ત્યારે અમદાવાદના આનંદનગર ખાતે આવેલી કામેશ્વર સ્કૂલમાં લોકો ઉત્સાહભેર આ લોકશાહીના તહેવારમાં ભાગીદારી નોંધાવી હતી. તમામ એવીએમ સીલ થયા બાદ સ્ટોરમાં લઈ જવામાં આવશે અને તારીખ 8 ડિસેમ્બરના રોજ મત ગણતરીનું કામ હાથ ધરવામાં આવશે.અને સાંજ સુધીમાં પરિણામ પણ જાહેર થઈ થશે.
Last Updated : Feb 3, 2023, 8:34 PM IST