રાજ્યમાં 12 વાગ્યા સુધીમાં સરેરાશ 22 ટકા મતદાન થયું, સૌથી વધુ ડાંગમાં - Alok Sharma Congress Leader
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કા માટે (Gujarat Election 2022) આજે મતદાન થયું હતું. જોકે, અનેક જગ્યાએ વોટિંગ મશીન ખરાબ થયાની ફરિયાદ પણ મળી હતી. ત્યારે બપોરે 12 વાગ્યા સુધીમાં સરેરાશ મતદાનની વાત કરીએ (voting percentage for Gujarat Election) તો, પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં બપોરે 12 વાગ્યા સુધીમાં સરેરાશ 22 ટકા જેટલું મતદાન નોંધાયું હતું. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા આલોક શર્મા (Alok Sharma Congress Leader) લોકશાહી ગાંધીનગર ચૂંટણી પંચ (Gujarat Election Commission) ઉપર આવીને ફરિયાદ કરી હતી. લેખિતમાં ફરિયાદ કર્યા બાદ મીડિયા સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં EVM મશીન બગાડવાની ફરિયાદ આવી છે અને 50 જેટલી જગ્યા ઉપર EVM મશીન બગડ્યા છે. ત્યારે મશીન બગડી ગયા બાદ તેને તાત્કાલિક ધોરણે બદલવા માટે પણ કલાકનો સમય થઈ રહ્યો છે અને લોકોને મતદાન કરવામાં તકલીફ પડી રહ્યા હોવાની ફરિયાદ લેખિતમાં કરી હતી. ઉપરાંત અમુક મીડિયા હાઉસ ભાજપ તરફી પૉલ બતાવી રહ્યા છે. આ તમામ બાબતે રાજ્ય ચૂંટણી પંચને (Gujarat Election Commission) ફરિયાદ પણ કરવામાં આવી છે. સવારે 11 વાગ્યા સુધીમાં સૌથી વધુ 24 ટકા ડાંગમાં અને સૌથી ઓછું પોરબંદરમાં 16.49 ટકા મતદાન થયું હતું.
Last Updated : Feb 3, 2023, 8:34 PM IST