ખેડા જિલ્લામાં મહિલાઓનું ઉત્સાહપૂર્ણ મતદાન જોવા મળ્યું - ગુજરાત વિધાનસભા ચૂંટણી
ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાનમાં Gujarat Election 2022 Second Phase Poll ખેડા જિલ્લામાં છ બેઠકો માટે મતદાનનો ઉત્સાહ જોવા Voting in Kheda મળ્યો હતો. 3 વાગ્યા સુધી સરેરાશ 53.91 ટકા મતદાન નોંધાયું હતું. નડીયાદ, માતર, મહેમદાવાદ, મહુધા, ઠાસરા અને કપડવંજ એમ છ બેઠકો માટે મતદાન યોજાયું હતું. જેમાં 115 -માતર 55.78ટકા, 116 -નડિયાદ 45.67ટકા,117 - મહેમદાવાદ 58.87ટકા 118- મહુધા 55.38ટકા ,119 - ઠાસરા 55.32ટકા અને 120- કપડવંજ 53.21ટકા મતદાન નોંધાયું હતું. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં મહિલા મતદારોએ ઉત્સાહપૂર્વક મતદાન કર્યુ હતું. વહેલી સવારથી જ મોટા પ્રમાણમાં મહિલાઓ મતદાન માટે પહોંચી હતી. બપોરે પણ મતદાન માટે મહિલાઓની (Women Voters in Kheda ) લાંબી લાઈનો લાગી હતી.
Last Updated : Feb 3, 2023, 8:34 PM IST