AAP MLA ભૂપત ભાયાણીના રાજીનામા પર આપ નેતા અલ્પેશ કથીરિયાએ શું કહ્યું જૂઓ... - AAP MLA ભુપત ભાયાણી
Published : Dec 13, 2023, 1:24 PM IST
સુરત : ગુજરાતના રાજકારણમાં આજે ગરમાવો જોવા મળ્યો છે. કારણ કે આમ આદમી પાર્ટીના ધારાસભ્યએ રાજીનામું આપ્યું છે. વિસાવદરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભુપત ભાયાણીએ પક્ષમાંથી રાજીનામું આપ્યું છે. જેને લઇને આમ આદમી પાર્ટીના નેતા અને પાટીદાર સમાજના યુવા આગેવાન અલ્પેશ કથીરિયાએ આ બાબતે પ્રતિક્રિયા આપી જણાવ્યું હતી.
રાજીનામા પર અલ્પેશનું નિવેદન : અલ્પેશ કથીરિયાએ જણાવ્યું હતું કે, જે માહિતી પ્રાપ્ત થઈ રહી છે કે, ધારાસભ્ય ભુપત ભાયાણીએ રાજીનામું આપ્યું છે. પાર્ટીથી કોઈપણ પ્રકારનો અસંતોષ હતો નહીં. મીડિયાના માધ્યમથી આ માહિતી મળી રહી છે. એક જ બાબત છે કે, રાષ્ટ્રહિતમાં કાર્ય કરવા માટે પ્લેટફોર્મ પર જવું છે. આ પ્લેટફોર્મ તેમના માટે યોગ્ય નથી. અમે તેમને શુભેચ્છા પાઠવીએ છીએ. કોઈપણ વ્યક્તિ પોતાના વિસ્તાર માટે કોઈપણ પક્ષના માધ્યમથી રાષ્ટ્રહિતના કાર્ય કરતી હોય છે, તે ગુજરાતમાં સારી બાબત છે. ભુપત ભાયાણી રાષ્ટ્રવાદી હોવાનું કહી સેવા કરવા માંગે છે એમનો વ્યક્તિગત નિર્ણય છે. પાર્ટીમાં કોઈપણ પ્રકારનો મતભેદ કે કોઇ ખેચતાણ નથી. આવનાર દિવસોમાં તેઓ પોતાના વિસ્તારમાં ખૂબ જ સારૂ કાર્ય કરે તેવી શુભેચ્છાઓ...