આ વાયરલ વીડિયોએ ટ્રાફિક પોલીસની નોકરી છીનવી, કર્યું હતું રસ્તા વચ્ચે આ કામ - હેડ કોન્સ્ટેબલ આંધ્ર પ્રદેશ
અહીં ટ્રાફિક પોલીસના હેડ કોન્સ્ટેબલ દ્વારા એક વ્યક્તિને કથિત રીતે માર મારવામાં આવ્યો હોવાની વીડિયો (Viral Video on Social Media) સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. આ ઘટના આંધ્ર પ્રદેશના તિરુપતિ જિલ્લાના (Tirupati District Andhra Pradesh) અન્નમય સર્કલ ખાતે બની હતી. બાદમાં કોન્સ્ટેબલને સસ્પેન્ડ (Andhra Pradesh Traffic police) કરવામાં આવ્યો હતો. હેડ કોન્સ્ટેબલ, ટી જગદીશ કિશોર, જે અન્નમય સર્કલ પર પોસ્ટેડ હતા. વીડિયોમાં કિશોર બાબુ તરીકે ઓળખાતા વ્યક્તિને લાત મારતા જવા મળ્યા હતા. જ્યારે હેડ કોન્સ્ટેબલ જગદીશ કિશોર અન્નમય સર્કલમાં ફરજ પર હતા. ત્યારે એક લારી ચોકડી પર આવીને થંભી ગઈ હતી. હેડ કોન્સ્ટેબલે ડ્રાઈવરને ટ્રક લઈ જવા સૂચના આપી. ડ્રાઇવર ગાડી ચલાવવાનો પ્રયાસ કરતી વખતે તેને અટકાવવામાં આવ્યો હતો. હેડ કોન્સ્ટેબલે પેલા માણસને બાજુ પર જવાનો આદેશ આપ્યો. પછી બન્ને વચ્ચે ઝઘડો થયો હતો. અધીરા હેડ કોન્સ્ટેબલે તેને તેના જૂતા વડે ત્રણ વાર લાત મારી.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST