વિનોદ મોરડીયા ફેવરિટ ઘોડી પર ફોર્મ ભરવા ગયા, કારણ પણ તેમણે કહ્યું
ગુજરાત વિધાનસભા ચૂંટણી Gujarat Assembly Election 2022 માટે આજથી ફર્સ્ટ ફેઝ 1 ના તમામ ઉમેદવારોએ ફોર્મ ભરવાની શરૂઆત BJP Form Filled કરી દીધી છે. ત્યારે સુરતના કતારગામ વિધાનસભાના ભાજપના ઉમેદવાર અને ગુજરાત સરકારના પૂર્વ પ્રધાન વિનોદ મોરડીયા Vidod Mordia અનોખી રીતે ફોર્મ ભરવા માટે ઘરેથી નીકળ્યા હતાં.વિનોદ મોરડીયા ફેવરિટ ઘોડી પર ફોર્મ ભરવા ગયા હતાં. તેઓએ વંશ પરંપરાગતની પ્રથા જાળવી રાખી હતી અને આશીર્વાદ ઘોડી પર સવાર Vinod Mordia fill form with favorite mare થઈને તેઓ ફોર્મ ભરવા માટે ઘરેથી નીકળ્યા હતાં. વિજય મુહૂર્ત પર તેઓ ફોર્મ ભરવાના અંગે તેઓએ જણાવ્યું હતું કે આ ઘોડી તેમની માટે શુભ છે અને પરંપરાગત રીતે શુભ કાર્ય કરવા જ્યારે પણ તેઓ ઘરેથી નીકળે છે ત્યારે આ ઘોડી પર સવાર થાય છે. અગાઉ પણ કોર્પોરેશન ચૂંટણી અને વિધાનસભાની ચૂંટણીમાં તેઓ આવી જ રીતે ઘોડી પર સવાર થઈને ઘરેથી નીકળ્યા હતાં.
Last Updated : Feb 3, 2023, 8:32 PM IST