ગુજરાત

gujarat

ETV Bharat / videos

વિદ્યાર્થીનીના આત્મહત્યાને લઈને ગ્રામજનોએ જ બંધ કરાવેલી શાળા ફરી ચાલુ પહોંચ્યા કલેકટર કચેરીએ

By

Published : Oct 6, 2022, 5:25 PM IST

Updated : Feb 3, 2023, 8:29 PM IST

નવસારી ચીખલી તાલુકાના મજી ગામની માધ્યમિક શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીના આત્મહત્યા બાદ પરિવાર તેમજ ગ્રામજનોએ શાળામાં તોડફોડ કરી શાળા બંધ કરાવી હતી. બંધ થયેલી શાળાને ફરી ચાલુ કરવા માટે સંચાલકો શિક્ષકો અને વાલીઓએ સાથે મળી કલેકટર કચેરીએ પહોંચી આવેદન આપ્યું હતું. નવસારીના ચીખલી તાલુકાના મલવાડા ગામે રહેતા દ્રષ્ટિ પરિમલ પટેલ ગામ નજીકના જ મજી ગામમાં આવેલી નયના મકન પટેલ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં અભ્યાસ કરતી હતી. ગત શુક્રવારે દ્રષ્ટિ એકમ કસોટીની નોટબુક લઈ ગઈ ન હતી. તેને કારણે ગુસ્સામાં આવી આચાર્ય સમતાબહેન અને તેના પતિ અક્ષય પટેલે વિદ્યાર્થીની દ્રષ્ટિને માર માર્યો હતો. લાકડીથી માર મારતા પીઠ ઉપર સોળ પણ પડી ગયા હતા. જે બાદમાં દ્રષ્ટિના માતાને બોલાવી ઠપકો આપતા દ્રષ્ટિએ અંતિમ પગલું ભરી આત્મહત્યા કરી લીધી હતી. તેને જોતા ગ્રામજનોએ શાળાએ પહોંચી હોબાળો મચાવ્યો હતો. શાળામાં તોડફોડ પણ કરી હતી. સાથે જ શાળાના આચાર્યા અને તેના પતિને માર પણ માર્યો હતો. ઘટનામાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસને વેગ આપ્યો છે. ત્યારે આજે નયનાબહેન મકન પટેલ શાળાના સંચાલક તેમજ શિક્ષકો કેટલાક વાલીઓ સાથે કલેકટર કચેરીએ પહોંચ્યા હતા. શાળામાં તોડફોડ કરનાર ટોળાને સમજાવવાની માંગ સાથે શાળામાં 580 વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય, એમના ભવિષ્યની ચિંતા કરી શાળા ચાલુ રાખવામાં આવે એવી માંગણી કરી હતી. A Student in Secondary School committed Suicide in Maji village of Navsari Navsari Chikhli Taluka Villagers closed School due to Student Suicide
Last Updated : Feb 3, 2023, 8:29 PM IST

ABOUT THE AUTHOR

...view details