રોજિદ ચોકડીની ઘટના પછી ગામેગામ દારૂ માટે ઢોલ ટીપીને પડે છે આવો સાદ
બોટાદ જિલ્લાના રોજિદ લઠ્ઠાકાંડની ઘટના (Rojid Lattha kand ) પછી બોટાદ જિલ્લાના તમામ ગામોમાં ઢોલ ટિપાવાના શરૂ થયા છે. ગુજરાત સરકારની સાથે પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. પણ સાથે સાથે ગામના સરપંચ એક્શન મોડમાં આવી ગયા છે. તેમના આદેશથી ગામ ગામમાં ઢોલ ટિપાઈ (Village sarpanches are beating drums ) રહ્યો છે અને સાદ પાડીને ગ્રામજનોને સંદેશ આપવામાં આવી રહ્યો છે. સાંભળો... સાંભળો... સાંભળો...એ ગામમાં કોઈએ દારૂ પીવો નહી... કોઈએ વેચવો નહી...દારૂ પીનાર અને વેચનાર પકડાશે તો તેની સામે કાયદેસર પગલાં લેવાશે....આવા વાયરલ વિડીયો ફરતા થયા છે.
Last Updated : Feb 3, 2023, 8:25 PM IST