વિજય બ્રહ્મભટ્ટ ઊંટ ગાડીમાં પાછળ રાંધણ ગેસનો બાટલો મુકી ઉમેદવારી ફોર્મ ભરવા ચાલ્યા - Vijay Brahmabhat
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો દોર ચાલી રહ્યો છે. ત્યારે દરેક પાર્ટીઓ ઉમેદવારોની યાદી જાહેર કરી દેવામાં આવતા ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવામાં આવી રહ્યા છે. મહત્વનું એ છે આ વખતે કે ઘણા બધા ઉમેદવારો કંઈક અલગ અને અનોખી રીતે ઉમેદવારી ફોર્મ ભરતા આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. ત્યારે અમદાવાદમાં આવેલા ઠક્કરબાપાનગર વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર વિજય બ્રહ્મભટ્ટ ઊંટગાડીમાં બેસીને ફોર્મ ભરવા માટે કલેક્ટર ઓફિસ ખાતે પહોંચ્યા હતા. ઊંટગાડીમાં તેમણે પાછળ રાંધણ ગેસનો બાટલો પ્રતીક તરીકે મૂક્યો હતો. જેનો સીધો અર્થ એ થાય છે કે મોંઘવારી દિવસેને દિવસે વધતા જતા તેમણે ઉટગાડીમાં ફોર્મ ભરવા માટે આવ્યા હતા. કોંગ્રેસે પોતાના જન ઘોષણા પત્રમાં પણ મોંઘવારીનાં મુદ્દાને આ વખતે મુખ્ય સ્થાન આપ્યું છે. Thakkarbapanagar assembly seat Gujarat Assembly Election 2022 Assembly elections
Last Updated : Feb 3, 2023, 8:32 PM IST