જિલ્લા હોસ્પિટલમાં લાંચ લેતા વોર્ડ બોયનો વીડિયો થયો વાયરલ - ગાઝિયાબાદ તાજા સમાચાર
નવી દિલ્હી: ગાઝિયાબાદ જિલ્લાની એક સરકારી હોસ્પિટલમાં ઓપરેશન માટે લાંચ લેવાનો મામલો સામે આવ્યો છે. જે સંબંધિત એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, અહીં શનિવારે વોર્ડ બોયએ સારણગાંઠના ઓપરેશન માટે આવેલા વકીલની પત્ની પાસેથી 5,000 રૂપિયાની લાંચની માંગણી કરી હતી, જેના પર પીડિત પક્ષે 3,000 રૂપિયા એડવાન્સ આપ્યા હતા, પરંતુ આ દરમિયાન વોર્ડ બોયનો વીડિયો (ward boy taking bribe in district hospital) બનાવવામાં આવ્યો હતો. આ મામલે સીએમએસ દ્વારા લેખિત ફરિયાદ આપવામાં આવી છે, ત્યારબાદ તેમણે કહ્યું કે, ભ્રષ્ટાચાર બિલકુલ ચલાવી લેવામાં આવશે નહીં અને જે પણ દોષી હશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. તે જ સમયે, વીડિયો વાયરલ થયા પછી આરોપી વોર્ડ બોયને કસ્ટડીમાં (ward boy took bribe in ghaziabad hospital) લેવામાં આવ્યો છે.
Last Updated : Feb 3, 2023, 8:36 PM IST