પાછળથી આવતી ગાડીને જોઈને વાઘે ત્રાડ નાંખી, પછી થયું એવું.... - Uttrakhand Almoda District
અલ્મોડાઃ ઉત્તરાખંડમાં વન્યજીવન (Forest in Uttrakhand) સંઘર્ષ વધી રહ્યો છે. પહાડી જિલ્લાઓમાંથી દરરોજ વાઘ અને દીપડાંના (Leopard Attack in Uttrakhand) હુમલાના સમાચારો આવતા રહે છે. આ વખતે હવે અલ્મોડા (Uttrakhand Almoda District) જિલ્લાના રાનીખેતનો એક વીડિયો સામે આવ્યો છે. જ્યાં ટીપોલામાં ગાગાસ નદી પરના પુલ પર વાઘ (Roaring of Tiger) ફરતો જોવા મળ્યો છે. તે જ સમયે, બ્રીજ પરથી પસાર થઈ રહેલા એક વાહનમાં સવાર એક વ્યક્તિએ આ વીડિયો બનાવ્યો છે, જેમાં તમે વાઘને ગર્જના કરતો સાંભળી શકાય છે. તે જ સમયે, આ વાઘ વાહનને જોઈને આગળ વધે છે. ઉત્તરાખંડમાં આ વીડિયોની જોરશોરથી ચર્ચા થઈ રહી છે. તારીખ 29 જુલાઈના રોજ ટાઈગર્સ ડે મનાાવમાં આવે છે. પણ હકીકત એવી પણ છે કે, જંગલમાંથી પ્રાણીઓ હવે કપાઈ રહેલા જંગલને કારણે શહેરી વિસ્તાર તરફ દોડી ગયા છે.
Last Updated : Feb 3, 2023, 8:25 PM IST