પૂરમાં પુસ્તકો નષ્ટ થતા વિદ્યા માટે સૌમ્યા બની લાચાર, જૂઓ વીડિયો - પુસ્તકો ગુમાવ્યા પછી રડતી છોકરી
કર્ણાટક: કર્ણાટકમાં ભારે વરસાદને કારણે અનેક ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. ઘરમાં પાણી ઘુસી જતાં પુસ્તકો સહિત અનેક વસ્તુઓને નુકસાન થયું હતું. મંજુનાથ નગર, બેટાગેરી, ગડગમાં પૂરમાં પુસ્તકો નષ્ટ થયા પછી એક છોકરી રડતી જોઈ શકાય છે. અત્યંત ગરીબીમાં જન્મેલી સૌમ્યા અંદાવાલા સરકારી શાળા નંબર 4માં મંજુનાથ નગરમાં ધોરણ 5માં અભ્યાસ કરે છે. તે ગરીબ હોવા છતાં, તે વાંચવામાં હોશિયાર અને શોખિન છે. શાળાના શિક્ષકે તેને વાંચવા અને લખવા માટે પુસ્તકો આપ્યા હતા. તેણી સખત મહેનત કરતી હતી. સૌમ્યા રડતી હતી કારણ કે, તેના તમામ પુસ્તકો પૂરથી નાશ પામ્યા હતા. તેણે વિનંતી કરી કે, કોઈ પુસ્તકો ખરીદે અને મને આપે. છોકરીનું સપનું છે કે, તે સારું ભણે અને ઉચ્ચ હોદ્દો મેળવે, પરંતુ આ વિદ્યાર્થીનીને વરસાદના કારણે તેના અભ્યાસમાં થોડી અડચણો આવી રહી છે. Girl Crying After Losing books over flood in house, flood in karnataka, Girl Crying After Losing books
Last Updated : Feb 3, 2023, 8:27 PM IST