Dhirendra Shastri Viral video : બાબા બાગેશ્વરએ મોર સાથે કર્યો ડાન્સ, વિડિયો થયો વાયરલ - Dance with Dhirendra Shastri More
અમદાવાદ : સોશિયલ મીડિયાના આ યુગમાં સૌથી વધારે ચર્ચામાં અને જે બાબાના દર્શન માટે લાખો લોકો દૂર દૂરથી આવતા હોય તે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો અનોખો અંદાજ સામે આવ્યો છે. બાબા બાગેશ્વરનો એક વિડીયો સામે આવ્યો છે જેમાં તેઓ મોર સાથે નૃત્ય કરતા નજરે પડી રહ્યા છે. મહત્વનું છે કે, બાગેશ્વર ધામ સરકારના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા સહિતના અલગ અલગ શહેરોમાં દિવ્ય દરબાર અને હનુમાન કથાનું આયોજન કરવામાં આવ્યું છે. સુરતમાં યોજાયેલા દિવ્ય દરબારમાં હજારોની સંખ્યામાં લોકો આવ્યા હોવાથી અન્ય શહેરોમાં પણ તેઓના કાર્યક્રમને લઈને ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ત્યારે અમદાવાદમાં યોજાનાર દિવ્ય દરબાર રદ થતાં ઘણા ભક્તોમાં નિરાશા જોવા મળી છે, પરંતુ આ બધા વચ્ચે બાબા બાગેશ્વર અલગ અંદાજ માટે ખૂબ જ જાણીતા છે અને સોશિયલ મીડિયા પર પણ તેઓના અલગ અલગ અંદાજના વિડિયો વાયરલ થયા હોય અને લાખો લોકોએ જોયા હોય તે પ્રકારનું જોવા મળ્યું છે. બાબા બાગેશ્વર એક મોર સાથે નૃત્ય કરતા જોવા મળ્યા છે.