VGGS 2024 : ભારતના અમૃતકાળમાં વાઈબ્રન્ટનું પ્રદાન, કેન્દ્રીય રેલવેપ્રધાન દર્શના જરદોશની પ્રતિક્રિયા
Published : Jan 10, 2024, 4:53 PM IST
ગાંધીનગર : વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 ના શુભારંભ પ્રસંગે ગ્લોબલ લીડર્સ સમક્ષ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આગામી સમયમાં ભારત પાંચ વર્ષમાં દુનિયાની ત્રીજી મોટી ઈકોનોમી બનીને ઉભરશે તેવા વિઝન સાથે ગુજરાતે સાધેલા વૈશ્વિક વિકાસની રૂપરેખા આપી હતી. વિશ્વના નેતાઓ સમક્ષ તેમણે જણાવ્યું કે આ સમિટ થકી ગુજરાત વિશ્વના વિકસિત દેશો સાથે કદમથી કદમ મિલાવી વિકાસની અનંત સંભાવનાઓને આકાર આપશે. ભારતની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવા સાથે આગામી 25 વર્ષની રુપરેખા પર ભારત કામ કરી રહ્યું છે. 2027માં ભારત આઝાદીના 100 વર્ષની ઉજવણી કરે ત્યારે ભારતનો અમૃતકાળ હશે ત્યારે તેમાં વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ થકી થયેલા એમઓયુ અને બિઝનેસનો ખૂબ મોટો ફાળો હશે તેવી વાત પણ કરવામાં આવી છે. ત્યારે આ અંગે ઈટીવી ભારત ગુજરાત બ્યુરો ચીફ પરેશ દવેએ કેન્દ્રીય રેલવેપ્રધાન દર્શના જરદોશ સાથે વાતચીત કરી હતી. તેમનો પ્રતિભાવ કેવો રહ્યો જૂઓ વિડીયો.