ગુજરાત

gujarat

ETV Bharat / videos

પંચાયત કચેરી અને સેવા સદનમાં આગ લાગતા માલ બળીને ખાખ - Vansda Taluka Panchayat office fire

By

Published : Sep 29, 2022, 4:08 PM IST

Updated : Feb 3, 2023, 8:28 PM IST

નવસારી વાંસદા તાલુકા પંચાયત કચેરી (Vansda Taluka Panchayat office fire) અને સેવા સદનમાં શોર્ટસર્કિટ થતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સતત ધમધમતા રહેતા વાસદા તાલુકા પંચાયત કચેરી અને સેવાસદનમાં કોઈ કારણોસર શોર્ટ સર્કિટ થતા ઓફિસમાં ધુમાડો મોટા પ્રમાણમાં નીકળી રહ્યો હતો. જોકે કોઈ જાનહાનિ થઈ ન હતી. તમામ કર્મચારીઓ સુરક્ષિત (Vansda Seva Sadan Shortcircuit) રીતે કચેરીની બહાર આવી ગયા હતા, પરંતુ શોર્ટસર્કિટને કારણે ઓફિસ વર્કની ઇલેક્ટ્રોનિક વસ્તુઓ જેવી કે કોમ્પ્યુટર, પ્રિન્ટર સ્કેનર, ઝેરોક્ષ મશીન વગેરે બળીને ખાખ થઈ ગયું હતું. મળતી માહિતી મુજબ કચેરીમાં મુકેલ ફાયર સેફ્ટીના સાધનો વડે શોર્ટસર્કિટ (Fire case in Vansda)કારણે તણખલા ઉડ્યા હતા. જેના પર કાબુ મેળવવામાં આવ્યો હતો. તાલુકા પંચાયત કચેરીમાં શોર્ટ સર્કિટની ઘટના થતા જેની જાણ DGVCL વાંસદા વિભાગને કરવામાં આવી હતી. (Vansda Panchayat office Fire damage)
Last Updated : Feb 3, 2023, 8:28 PM IST

ABOUT THE AUTHOR

...view details