વલસાડ સુગર ફેક્ટરીએ 5 લાખ મેટ્રિકટન શેરડી ક્રશ કરી 28 હજાર મેટ્રિક ટન મોલાસીસ મેળવ્યું - મોલાસીસ
બોટાદમાં લઠ્ઠાકાંડમાં (Botad Lathhakand) 58 લોકોની જિંદગી હોમાઈ ગઈ જેમાં ઇથેનોલને વિલન ચીતરવામાં આવ્યો છે. જોકે ઇથેનોલ (Ethanol) જે બાયો પ્રોડક્ટમાંથી બને છે એ વલસાડની બાયો પ્રોડક્ટ દરેક સુગર ફેકટરીમાં ખાંડ બન્યા બાદની બાયો પ્રોડક્ટ છે. વલસાડ સુગર ફેકટરીમાં (Valsad sugar factory) પણ શેરડીના પિલાણ બાદ મોલાસીસ (molasses) બને છે. પણ તે સરકાર હસ્તક છે અને એક્સાઇઝેબલ હોવાને લઇ તેના સંગ્રહ કરવાથી લઈને વહન અને વેચાણ સુધી સરકાર અને એક્સાઇઝ વિભાગની નજર રહે છે. વલસાડ સુગર દ્વારા આ વર્ષે 12 થી 13 મેટ્રિકટન મોલસીસનું ઉત્પાદન મેળવ્યું છે. મોલાસીસ એને જ વેચાણ કરી શકાય છે જેની પાસે તેનું લાયસન્સ હોય છે. એટલેકે એક ટીપું પણ સુગર ફેકટરીમાંથી બહાર લઈ જઈ શકાય નહીં. સંઘપ્રદેશ દમણમાં અનેક વાઈન બનાવતી કંપનીઓ (Wine making companies) આવેલી છે જેમાં મોલાસીસનો ઉપયોગ વાઇન બનાવવા માટે અગાઉ કરવામાં આવતો હતો પરંતુ સરકારે કેટલાક કડક નિયમો લાગુ કરતા અંતે આ કંપનીઓએ મોલાસીસનો ઉપયોગ કરવાનું બંધ કરી દીધું છે. જોકે તેમ છતાં પણ ગુજરાતમાં મોલાસીસનું ઉત્પાદન કરતી કંપનીઓ પાસે એક્સાઇઝ વિભાગ તેમજ પોલીસ તંત્ર દ્વારા ચાંપતી નજર રાખવામાં આવે છે.એક લાખ ટન શેરડીનું પીલાણ કર્યા બાદ 5000 ટન જેટલું મોલાસીસ મળે છે. સુગર કંપનીઓમાંથી મોલાસીસ ઉપર નજર રાખવા એક્સાઇઝ વિભાગ અને પીએસઆઇ ડેપ્યુટ કરવામાં આવે છે. સરકારે ઇન્ડસ્ટ્રીયલ આલ્કોહોલના (Industrial alcohol) 10 ટકા વેચાણ માટે પરમિશન આપી છે.
Last Updated : Feb 3, 2023, 8:25 PM IST