ગુજરાત

gujarat

Vadodara News : સુરસાગર તળાવમાં સોનાના શિવજીની પ્રતિમાનું મુખ્યપ્રધાન કરશે ઉદઘાટન

By

Published : Feb 17, 2023, 1:04 PM IST

Vadodara News : સુરસાગર તળાવમાં સોનાના શિવજીની પ્રતિમાનું મુખ્યપ્રધાન કરશે ઉદઘાટન

વડોદરા : સુરસાગર તળાવમાં સોનાના શિવજીની પ્રતિમાને લઈને શહેરનો નજારો ડબલ થઈ ગયો છે. સૂરસાગર તળાવ મધ્યે તૈયાર કરાયેલી 111 ફુટ ઊંચી પ્રતિમા રાખવામાં આવી છે. ગઈકાલે બપોર અને રાત્રીનો શિવજીની પ્રતિમાં લાઈટિંગથી ઝળહળી ઉઠી હતી. ત્યારે આજે સુરસાગર તળાવમાં સોનાના શિવજીની પ્રતિમાનો આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. ઉપરાંત આ સોનાની શિવજીની પ્રતિમાનું ઉદઘાટન મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ કરશે.

આ પણ વાંચો :વડોદરામાં સુરસાગર તળાવ કિનારે આવેલા મંદિરમાં 1008 દીવડાની યોજાઈ મહાઆરતી

શહેરનો નજારો વધ્યો : વડોદરા શહેરના સુરસાગર તળાવમાં મહાદેવની સુવર્ણ મઢીત મૂર્તિનું ખુલ્લી મુકતા કરાતા શહેરીજનો આ સરસ નજારો જોઈ અભિભૂત થઈ ગયા હતા. તેમજ સાંજના સમય શિવજીની પ્રતિમા લાઈટિંગ સાથે ઝગમગી ઉઠી હતી. ત્યારે હવે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે મહાશિવરાત્રીના મહાપર્વે સાંજે પ્રતિમાનું લોકાર્પણ કરાશે.

કેટલા કિલો સોનું વપરાયું : વડોદરા શહેરની મધ્યમાં સુરસાગર તળાવ આવેલું છે. સુરસાગર તળાવની મધ્યમાં આવેલી ભગવાન શિવની પ્રતિમાના દર્શન મોટાભાગના લોકોએ કર્યા હતા. આ પ્રતિમામાં સોનું અને મૂલ્ય વિશે બહુ ઓછા લોકો જાણતા હશે. અંદાજે 12 કરોડ રૂપિયાનું સોનું પ્રતિમા ઊભી કરી અને સોનાનો ઢોળ ચડાવ્યો હતો. ત્યારે 18 ફેબ્રુઆરી, મહા શિવરાત્રીના રોજ પ્રતિમાના કપડાનું આવરણ દૂર કરવામાં આવ્યું છે. શિવજીની પ્રતિમા સુવર્ણજડિત માટે 17.5 કિલો સોનું વપરાયું છે.

ક્યારે કામ શરુ કરવામાં આવ્યું :111 ફૂટ ઊંચી આદર્શનીય મૂર્તિનું સંકલ્પ 2017માં લેવામાં આવ્યો હતો. જેમાં દેશ-વિદેશ વડોદરા શહેર-જિલ્લા અનેક લોકોએ ફાળો આપવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. જોકે, આ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અયોધ્યામાં રામમંદિરના નિર્માણનો પ્રારંભ થયો હતો તો બીજી બાજુ મહાદેવની પ્રતિમાને આવરણ ચઢાવવામાં ભગીરથ કાર્યનો પ્રારંભ થયો હતો.

આ પણ વાંચો :વડોદરામાં સૌથી મોટી હેરિટેજ મેરેથોન, ભવ્ય વારસાની કરાશે ઉજવણી

આ શિવજીની પ્રતિમાની વિશેષતા :સત્યમ શિવમ સુંદરમ્ ટ્રસ્ટ દ્વારા 111 ફૂટ ઊંચી મહાદેવની પ્રતિમાનું નિર્માણ શરૂ કર્યું હતું. સર્વેશ્વર મહાદેવની પ્રતિમાને સોનાનો ઢોળ ચઢાવવાની કામગીરી 5 ઓગસ્ટ 2020ના રોજ શુભારંભ કરવામાં આવ્યો હતો. રાજ્યમાં 111 ફૂટની સર્વેશ્વર મહાદેવની મૂર્તિ પર સૌપ્રથમ સોનાથી મઢવામાં આવી છે. 8થી 10 ઇંચ ઝૂકે વાવાઝોડા કે ભૂકંપ દરમિયાન તો પણ આંચ ન આવે રીતે ડિઝાઈન કરાઈ છે. પ્રતિમા પૂર્વાભિમુખ હોવાથી પ્રથમ લેવલ પરના પગથિયાં પૂર્વ તરફ રખાયાં છે. એક લેવલથી બીજે લેવલ પર જવા ચારેય ખૂણાના છેડા આઠ ક્યાકાથી જોડી દેવાયા છે. ત્યારે આજે આ સુરસાગર તળાવમાં સોનાના શિવજીની પ્રતિમાનું મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ઉદઘાટન કરશે.

ABOUT THE AUTHOR

...view details