Vadodara Crime : નજર ચૂકવી દાગીના ઉતારી લેતી ટોળકીને વડોદરા લોકલ ક્રાઈમ બ્રાન્ચે ઝડપ પાડી - ક્રાઇમ બ્રાંચ
વડોદરા :ઓટો રિક્ષામાં પ્રવાસીને બેસાડી ત્યારબાદ તેઓની નજર ચૂકવી દાગીના ઉતારી લેતી ટોળકીનો વડોદરા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચે પર્દાફાશ કર્યો છે. જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચના પી.આઇ. કૃણાલ પટેલની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.નો સ્ટાફ પાદરા પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગમાં કરી રહયો હતો. તે દરમિયાન એલ.સી.બી.ના અનાર્મ હેડ કોન્સ્ટેબલ મુકેશભાઇ અને અશોકભાઇને માહિતી મળી હતી કે, પાદરા એસ.ટી. ડેપો પાસે બે વ્યક્તિઓ સી.એન.જી. ઓટો રીક્ષા લઇને ઉભા છે. તેઓએ થોડા સમય પહેલાં એક પ્રવાસીનેે બેસાડી પ્રવાસીની નજર ચૂકાવી તેઓના દાગીના લઇ ફરાર થઇ ગયા હતા. જિલ્લા એલ.સી.બી.એ ટોળકીના બે સાગરીતોની ઝડપી પાડ્યાં છે. જ્યારે ટોળકીમાં સામેલ એક અજાણી મહિલાને વોન્ટેડ જાહેર કરી તેની પણ ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે. પોલીસે ટોળકી પાસેથી રૂપિયા 3 લાખથી વધુ રકમનો મુદ્દામાલ કબજે કરી વધુ ઉંડાણપૂર્વકનીતપાસ હાથ ધરી છે.