વડોદરામાં દત્ત જયંતીની ઉજવણી - ભક્તોની દર્શન માટે ભારે ભીડ
બ્રહ્મા વિષ્ણુ મહેશ ભગવાનનું એક સ્વરૂપ એટલે ભગવાન(Vadodara Dutt Jayanti Celebration)દત્તાત્રેય. આજે દત્તાત્રેય જયંતિની શ્રદ્ધાપૂર્વક ઉજવણી વડોદરા શહેરમાં કરવામાં આવી રહી છે. કીર્તિ મંદિર કમ્પાઉન્ડમાં (Kirti Mandir Compound) આવેલા કુબેરેશ્વર દત્ત મંદિર ખાતે વહેલી સવારથી જ પૂજન અર્ચનનો ક્રમ અભિષેક ની પૂજા વિધિ યોજવામાં આવી હતી. ભક્તોની દર્શન માટે ભારે ભીડ મંદિર ખાતે જોવા મળી રહી છે. સાંજે ભગવાન દત્તાત્રેયના જન્મોત્સવનું કીર્તન અને રાત્રે ભજનનું પણ આયોજન મંદિર વ્યવસ્થાપન દ્વારા કરવામાં આવ્યું છે. દત્ત અવતરણનું મહાત્મ્ય અને મહોત્સવની જાણકારી મંદિરના પુજારી સુર્યકાંત પુરાણીકે આપી હતી. પૂજારીએ જણાવ્યું કે કીર્તિ મંદિરમાં આવેલું દત્ત મંદિર ભગવાન દત્તાત્રેનો જન્મદિવસ છે. સવારથી ભક્તોની ભીડ જામી છે. મંદિર બ્રહ્મા વિષ્ણુ મહેશ(Brahma Vishnu Mahesh) ભગવાનનું એક સ્વરૂપ ગણાય છે સયાજીરાવ ગાયકવાડની સ્મશાન ભૂમ પણ છે
Last Updated : Feb 3, 2023, 8:35 PM IST