ગુજરાત

gujarat

ETV Bharat / videos

મતદારનું યાદીમાંથી નામ ગાયબ, કહ્યું મને ખુબ ઉત્સાહ હતો મતદાન માટે - દિવ્યાંગ મતદાન

By

Published : Dec 5, 2022, 11:42 AM IST

Updated : Feb 3, 2023, 8:34 PM IST

ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022 નું (Gujarat Assembly Election 2022) બીજા તબક્કાનું મતદાન શરૂ થયું છે. ત્યારે ચૂંટણી પંચ અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા મતદારોને અપીલ કરવામાં આવી રહી છે કે વધુમાં વધુ મતદાન(Vadodara assembly seat) થાય તે માટેની જાગૃતિ માટેના અનેક પ્રયાસો કરવામાં આવે છે. જ્યારે વહીવટી તંત્ર દ્વારા વિવિધ મતદાન મથકો પર મોડલ મતદાન મથક સખી મતદાન મથક સાથે જ દિવ્યાંગ મતદાન મથકો વિવિધ પ્રકારના ઉભા કરવામાં આવ્યા છે. જેથી કરીને મતદારો આકર્ષાય અને વધુમાં વધુ મતદાન કરે, પરંતુ શહેરના કારેલીબાગ વિસ્તારમાં મોરારજી દેસાઈ ઇન્સ્ટિટ્યૂટ ખાતે આવેલ 70 વર્ષીય મતદાર કંચનભાઈ અમીનનું મતદાર યાદીમાંથી નામ જ મોડલ મતદાન મથકની યાદીમાંથી ગાયબ થયું હતું. પરિવારે મતદાન કર્યું પરંતુ પોતે પરિવારના વડીલ હોવા છતાં મતદાન કરી ન શક્યા તેનું દુઃખ વ્યક્ત કર્યું હતું. નામ ન હોતું ત્યારે કલેક્ટર વિઝીટ દરમ્યાન કલેક્ટરને પોતાની રજુઆત કરી હતી. પરંતુ હવે કહી નહીં થઈ શકે તેવું જણાવ્યું હતું.
Last Updated : Feb 3, 2023, 8:34 PM IST

ABOUT THE AUTHOR

...view details