ગુજરાત

gujarat

ETV Bharat / videos

સુરેન્દ્રનગર જિલ્લાની પાંચ બેઠકો પર ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય - જગદીશભાઈ મકવાણા

By

Published : Dec 10, 2022, 4:18 PM IST

Updated : Feb 3, 2023, 8:35 PM IST

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 પરિણામ (Gujarat Assembly Election 2022 Results ) ને લઇ 8 ડીસેમ્બરે મતગણતરી યોજાઇ હતી. સુરેન્દ્રનગર જિલ્લાની પાંચ બેઠકો પર ભારતીય જનતા પાર્ટીના પાંચે ઉમેદવારનો ભવ્ય વિજય થયો હતો. વઢવાણ વિધાનસભા બેઠક( Jagdish Makvana Win ) પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જગદીશભાઈ મકવાણાની 65,314 મતેથી ભવ્ય વિજય થયો. ભારતીય જનતા પાર્ટીના જગદીશભાઈ મકવાણાએ તમામ મતદારોનો આભાર વ્યક્ત કર્યો હતો. ત્યારબાદ તેમના સમર્થકો સાથે ભવ્ય વિજય સરઘસ શહેરના મુખ્ય માર્ગો ઉપર કર્યું હતું. ઢોલ નગારા ફટાકડા સાથે આ સરઘસ ભાજપ કાર્યાલય સુરેન્દ્રનગર ખાતે પહોંચ્યું હતું. ત્યાં તમામ મતદારોનો કાર્યકરોનો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જગદીશભાઈ મકવાણાએ આભાર વ્યક્ત કર્યો હતો. વઢવાણ સહિત લીમડી ધ્રાંગધ્રા, દસાડા, ચોટીલા સહિતના ઉમેદવારોએ વિજય મેળવતા તેઓએ પણ ભાજપના કાર્યકરો અને મતદારનો આભાર વ્યક્ત કર્યો હતો.
Last Updated : Feb 3, 2023, 8:35 PM IST

ABOUT THE AUTHOR

...view details