Narmada Parikrama : ઉત્તરવાહિની નર્મદા પરિક્રમામાં યાત્રિકો ભરેલી નાવ ડૂબી, NDRFએ કર્યું રેસ્ક્યું - નર્મદા પરિક્રમા દરમિયાન બોટ પાણી
નર્મદા :ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા દરમિયાન મોટી દુર્ઘટના ઘટી છે. ઉત્તરવાહિની નર્મદા પરિક્રમામાં પરિક્રમા વાસીઓની નાવડી ડૂબવાની ઘટના બની હતી. નાવડીમાં ચાર માહિલા અને બે પુરુષ સવાર હતા. આ દુર્ઘટના સર્જાતા NDRFની ટીમ તાત્કાલીક પહોંચીને તમામ પરિક્રમા વાસીઓને બચાવી લીધા હતા. ઉલ્લેખનીય છે કે, રોજના હાજારોની સંખ્યામાં પરિક્રમા વાસીઓ પરિક્રમા કરતા હોય છે. નાવડી ઓછી પડતા પરિક્રમા વાસીઓને પરેશાનીનો સામનો કરવો પડે છે. ત્યારે આજ રોજ ઈંજીન વગરની સાદી નાવડીમાં 6 પરિક્રમા વાસીઓ નદી પાર કરવા જતાં બની ઘટના બની હતી. જોકે, સદ નસીબે કોઈ જાન હાની થઈ નથી. મળતી માહીતી મુજબ નાવડીમાં લકઇફ જેકેટ કે કોઈપણ પ્રકારની પ્રવાસીઓની સલામતીનો સામાન ઉપલબ્ધ ન હતો. એક મહિનાની ઉત્તરવહીની પરિક્રમામાં 10 લાખથી વધુ પરિક્રમા વાસીઓ નોંધાયા છે. ત્યારે આ ધટના સર્જાતા જરૂરી સુવિધામાં તંત્રનો દાવો પોકળ સાબિત થયો છે.