અંધશ્રદ્ધા અંગે જાગૃતતા લાવવા કાળી ચૌદશની રાત્રે કાર્યક્રમ યોજાયો - ઉપલેટા
રાજકોટ: ઉપલેટા શહેરમાં આવેલ હિન્દુ સ્મશાન ખાતે દિવાળી પૂર્વની એટલે કે કાળી ચૌદશની રાત્રે (Upleta Superstition Awareness Program)અંધશ્રદ્ધા જાગૃતતા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ઉપલેટા શહેર તેમજ આસપાસના પંથકમાં આગેવાનો, યુવાનો અને મહિલાઓ તેમજ બાળકો સહિતના સૌ કોઈ ઉપસ્થિત રહ્યા હતા અને લોકોમાં આજે પણ જે રીતે અંધશ્રદ્ધાઓ ફેલાયેલ છે તેમની જાગૃતતા અને લોકોની અંધશ્રદ્ધાઓ દૂર કરીને જાગૃત કરવા માટેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જે રીતે વિજ્ઞાન અને ટેકનોલોજી તેમજ શિક્ષિત યુગમાં ઘણા લોકો ખોટી રીતે અંધશ્રદ્ધા અને ભ્રમમાં તેમજ ખોટા વિશ્વાસમાં અને ખોટા વિચારોમાં આવીને અંધશ્રદ્ધામાં ભરખાય જાય છે અને ખોટી રીતે બરબાદ થઈ અને પોતાનું અને પોતાના પરિવાર સહિતનાઓની નુકશાની ભોગવતા નજરે પડે છે. ત્યારે ઉપલેટામાં જાગૃત અને શિક્ષિત આગેવાનો દ્વારા આવા પ્રકારની અંધશ્રદ્ધાઓ અને વહેમો તેમજ ખોટી રીતે ભરમાઈ જનારા લોકોને જાગૃત કરવા અને ભ્રમ તેમજ ડર દૂર કરવા માટે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કાળી ચૌદશની રાત્રે ઉપલેટા શહેરની સ્મશાન ભૂમિ ખાતે યોજીને અંધશ્રદ્ધા દૂર કરવા માટેનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
Last Updated : Feb 3, 2023, 8:29 PM IST