ગુજરાત

gujarat

unseasonal-rains-turned-disastrous-in-patan-grass-burnt-due-to-lightning

ETV Bharat / videos

પાટણમાં કમોસમી વરસાદ આફતરૂપ બન્યો, વીજળી પડવાને કારણે ઘાસ બળીને ખાખ - વીજળી પડવાને કારણે ઘાસ બળીને ખાખ

By ETV Bharat Gujarati Team

Published : Nov 26, 2023, 4:31 PM IST

પાટણ:હવામાન વિભાગની આગાહીને પગલે પાટણ જિલ્લામાં સવારથી જ વરસાદી માહોલ સર્જાયો છે. 9 તાલુકાઓમાં અડધા ઇંચ જેટલો વરસાદ વરસતા વાતાવરણ ઠંડુ થયું છે. વારાહીમાં કરા સાથે વરસાદ વરસતા લોકો અચરજ બન્યા હતા તો બીજી તરફ સરસ્વતી તાલુકાના ખારેડા ગામ ખાતે એક ખેડૂતે ખેતરમાં ખુલ્લામાં 800 જેટલા ઘાસના પુરા મૂક્યા હતા. વીજળી પડવાને કારણે આ પુરામાં એકાએક આગ લાગી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આગની જ્વાળાઓ આકાશને આંબવા લાગી હતી. આગને પગલે આસપાસમાંથી અન્ય ખેડૂતો દોડી આવ્યા હતા અને આગને બુઝાવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો પરંતુ તમામ પુળાઓ બળીને ખાખ થયા હતા. આ ઉપરાંત સમી તાલુકાના હરિપુરા ગામે ખેતરમાં કામ કરી રહેલા ચાર લોકો ઉપર એકાએક વીજળી પડતા તેઓ ગંભીર રીતે દાઝી જતા 108 મારફતે સારવાર અર્થે રાધનપુરની રેફરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. 

ABOUT THE AUTHOR

...view details