ગુજરાત

gujarat

ETV Bharat / videos

ગુજરાતમાં કમોસમી આફત, ખેડૂતો ચિંતામાં - ચક્રવાતી તોફાન મૈડૂસની ગુજરાતમાં અસર

By

Published : Dec 11, 2022, 9:53 PM IST

Updated : Feb 3, 2023, 8:35 PM IST

ચક્રવાતી તોફાન 'મૈડૂસ' એ(Cyclonic Storm Maidoos) તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં તબાહી મચાવી છે. જેની અસર દક્ષિણ ગુજરાતમાં(Effect of storm in South Gujarat) જોવા મળી શકે છે. હવામાન વિભાગ દ્વારા 11 અને 12 ડિસેમ્બરે કમોસમી માવઠાની આગાહી(Meteorological Departments forecast of seasonal rainfall) કરી છે. જેને પગલે નવસારી જિલ્લામાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. માવઠાની આગાહીએ ખેડૂતોમાં ચિંતા વધારી છે, બાગાયતી પાકનું નંદનવન ગણાતા નવસારી જિલ્લામાં માવઠું થાય તો ગુણવત્તા વગરના પાકના સામે ખેડૂતોને આર્થિક નુકસાન થશે તેવી ચિંતાએ ઊંઘ ઉડાડી છે. આગાહી સાચી પડે તો ખેડતોને આર્થિક નુકસાની થઈ શકે છે. જેમાં શેરડીના પાકને નુકસાનની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે. આ ઉપરાંત આંબા ઉપર મંજરી ફૂટવાની તૈયારી છે,જેમાં વરસાદ વિઘ્ન ઊભું કરશે. ગ્લોબલ વોર્મિંગના કારણે છેલ્લા 10 વર્ષમાં વાતાવરણમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. ચોમાસુ જાણે બારેમાસ રહેતું હોય એવી સ્થિતિ બે વર્ષોથી જોવા મળી રહી છે. આ વર્ષે પણ ભરશિયાળામાં માવઠું થશે તેવી આગાહી થઈ છે. જેથી ખેડૂતો માવછું ન થાય તેવી ઈશ્વરને પ્રાર્થના કરી રહ્યા છે.
Last Updated : Feb 3, 2023, 8:35 PM IST

ABOUT THE AUTHOR

...view details