ગુજરાત

gujarat

ETV Bharat / videos

સ્વામિનારાયણ મંદિરે બનાવ્યો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ, હવે કર્યું આ કામ

By

Published : Jul 20, 2022, 2:33 PM IST

Updated : Feb 3, 2023, 8:25 PM IST

વડોદરાઃ વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિરમાં 6 મે 2022ના રોજ નિજ મંદિરમાં બિરાજમાન ઘનશ્યામ મહારાજના અઢારમા પાટોત્સવની તારીખ મુજબની ઉજવણી નિમિત્તે 11,111 પુસ્તકોની મદદથી 'Happy 18th Birthday Ghanshyam Maharaj!' એવું વાક્ય જ્ઞાનજીવનદાસજી સ્વામી – કુંડળધામની પ્રેરણાથી 200 ઉપરાંત સંતો-ભક્તો દ્વારા લખવામાં આવ્યું હતું ઘનશ્યામ મહારાજ સ્વામિનારાયણ ભગવાનનું બાળપણનું નામ હોવાથી. 'Happy 18th Birthday Ghanshyam Maharaj!' એવું આ વાક્ય પુસ્તકોની મદદથી લખાયેલું દુનિયાનું સૌથી મોટું વાક્ય બન્યું હતું. આ ગિનિસ વર્લ્ડ રેકોર્ડની નોંધણી ઘનશ્યામ મહારાજ (longest sentence created in Vadodara) કારેલીબાગ, વડોદરા અને જ્ઞાનજીવનદાસજી સ્વામી – કુંડળધામના નામે થઇ છે. આ વાક્ય લખવા માટે ગુજરાતી, હિન્દી, મરાઠી અને અંગ્રેજી એમ 4 ભાષાના 11,111 'વર્ડ્સ ઓફ અફેક્શન' નામના પુસ્તકોનો ઉપયોગ કરાયો હતો. આ પુસ્તક પરિવારમાં સંસ્કારોનું સિંચન કેવી રીતે કરવું તેનું સચોટ અને સફળ માર્ગદર્શન પુરું પાડતું અનોખું પુસ્તક છે. તે સ્વામિનારાયણ મંદિર કારેલીબાગ, વડોદરા તથા કુંડળધામ દ્વારા ચાર ભાષામાં પ્રકાશિક કરાયેલું છે. તેનો લાખો લોકોએ લાભ લઇ પોતાના પરિવારમાં સંસ્કારોનું સિંચન કર્યું છે.
Last Updated : Feb 3, 2023, 8:25 PM IST

ABOUT THE AUTHOR

...view details