ગુજરાત

gujarat

ઘટનાસ્થળે રવાના

By

Published : Jun 4, 2023, 8:04 PM IST

ETV Bharat / videos

Bihar News: સુલતાનગંજ-અગુવાનીમાં નિર્માણાધીન પુલ ગંગામાં ડૂબી ગયો, જુઓ વીડિયો

ભાગલપુરઃબિહારના ભાગલપુરમાં નિર્માણાધીન એક પુલ ધરાશાયી થયો છે. સુલતાનગંજ-અગુવાની વચ્ચે ગંગા નદી પર બની રહેલા પુલના ચાર પિલર ગંગામાં ડૂબી ગયા છે. તેનો વીડિયો સામે આવ્યો છે. આ પહેલા પણ પુલ ધરાશાયી થયો છે જેની તપાસ ચાલી રહી છે. બીજી તરફ રવિવારે પુલ ધરાશાયી થતાં બાંધકામની કામગીરી પર સવાલો ઉભા થવા લાગ્યા છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે બ્રિજ થોડી જ વારમાં ગંગા નદીમાં ડૂબી ગયા. 

અધિકારીઓ ઘટનાસ્થળે રવાના:ઘટનાની માહિતી મળતાં અધિકારીઓમાં ખળભળાટ મચી ગયો છે. બિહાર સ્ટેટ બ્રિજ કન્સ્ટ્રક્શન કોર્પોરેશનના એક્ઝિક્યુટિવ એન્જિનિયર ઘટનાસ્થળે રવાના થઈ ગયા છે. ઘટનાસ્થળે પહોંચ્યા બાદ જ ખબર પડશે. અત્યારે કંઈ કહેવું યોગ્ય નથી. આ પુલ લગભગ એકસો મીટર સુધી પડી ગયો છે. જો કે આ ઘટનામાં જાનહાનિ અંગે હજુ સુધી કોઈ માહિતી મળી નથી.

"ઘટના અંગે માહિતી મળી છે. બ્રિજનો કેટલોક સ્પાન પડી ગયો છે. અમે ઘટનાસ્થળે પહોંચી રહ્યા છીએ. પહોંચ્યા પછી પરિસ્થિતિ વિશે કહી શકીશું. અત્યારે કંઈ કહેવું યોગ્ય નથી." યોગેન્દ્ર કુમાર, એક્ઝિક્યુટિવ એન્જિનિયર, બિહાર સ્ટેટ બ્રિજ કન્સ્ટ્રક્શન કોર્પોરેશન

આ બ્રિજ છે CMનો ડ્રીમ પ્રોજેક્ટઃઅહીં બ્રિજ તૂટી પડવાના સમાચાર આગની જેમ ફેલાઈ ગયા છે. પરબત્તાના ધારાસભ્યએ આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી છે. તેમણે કહ્યું કે બાંધકામના કામની ગુણવત્તા સારી નથી. જણાવી દઈએ કે સુલતાનગંજ અગુવાની પુલ સીએમ નીતિશ કુમારના ડ્રીમ પ્રોજેક્ટમાં સામેલ છે. એસપી સિંગલી નામની કંપની આ બ્રિજ બનાવી રહી છે.

  1. બાંકાના રજૌનમાં નિર્માણાધીન પુલ ધરાશાયી થયો
  2. કાંકરેજ પાસે પુલ ધરાશાઈનો વિડીયો વાયરલ, લોકો તર્કવિતર્કમાં ગૂંચવાયા

ABOUT THE AUTHOR

...view details