ગુજરાત

gujarat

Boris Johnson Gujarat Visit: એવું તો શું બન્યું કે, બ્રિટનના વડાપ્રધાનને બુલડોઝર પર થવુ પડ્યું સવાર

By

Published : Apr 21, 2022, 6:36 PM IST

Updated : Feb 3, 2023, 8:22 PM IST

બુલડોઝર શબ્દે રાજકારણને એક નવું ‘શસ્ત્ર’ આપ્યું છે. તેથી આ શબ્દનો ઉપયોગ થતાં જ રાજકારણ શરૂ થઈ જાય છે. જોકે, આ સમાચારને રાજકારણ (Boris Johnson Gujarat Visit)સાથે કોઈ લેવાદેવા નથી. ભારતની મુલાકાતે આવેલા બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોન્સન(UK Prime Minister Boris Johnson) ગુરુવારે ગુજરાતના પંચમહાલના હાલોલ GIDC પહોંચ્યા હતા. અહીં તેમણે જેસીબી ફેક્ટરીની મુલાકાત લીધી હતી. આ દરમિયાન, તે જેસીબી (બુલડોઝર) પર ચઢી ગયા અને મશીનનો સ્ટોક લીધો. તેમની સાથે ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ હાજર હતા. આ પહેલા તેમણે અમદાવાદના સાબરમતી આશ્રમની મુલાકાત લઈને સ્પિનિંગ વ્હીલ ચલાવી હતી. બોરિસ જ્હોન્સનને સાબરમતી આશ્રમમાં મહાત્મા ગાંધીના શિષ્યા મેડેલીન સ્લેડ ઉર્ફે મીરાબેનની આત્મકથા 'ધ સ્પિરિટ્સ પિલગ્રિમેજ' અને 'ગાઈડ ટુ લંડન' પુસ્તક ભેટમાં આપવામાં આવ્યું છે. મેડેલીન સ્લેડ બ્રિટિશ રીઅર-એડમિરલ સર એડમંડ સ્લેડની પુત્રી હતી. બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સન બે દિવસીય ભારતની મુલાકાતે છે. ગુરુવારે સવારે અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા બાદ તેમણે જુદા જુદા કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. આ દરમિયાન તે હાલોલમાં જેસીબી ફેક્ટરીમાં ગયા હતા. બોરિસ જોન્સન ત્યાં જેસીબી પર ચડી ગયા અને તેની સવારી( boris bulldozer factory tour )પણ કરી. તેનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેસીબીથી લટકેલા બ્રિટિશ વડાપ્રધાનના ફોટા પર લોકો ઘણી ફની કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું બુલડોઝર મોડલ હવે આંતરરાષ્ટ્રીય બની ગયું છે. અન્ય યુઝરે લખ્યું હવે જેસીબી ભાઈ ચલાવશે.
Last Updated : Feb 3, 2023, 8:22 PM IST

ABOUT THE AUTHOR

...view details