ઉજ્જૈનના આ અનોખા હેરસ્ટાઈલિસ્ટે 28 કાતર વડે વાળ કાપીને 'ઇન્ડિયા બુક ઑફ રેકોર્ડ'માં નોંધાવ્યું નામ
ઉજ્જૈન શહેરના આ અનોખા હેરસ્ટાઈલિસ્ટે તેની ખાસ હેર કટ સ્ટાઈલથી માત્ર તેના શહેર જ નહીં, પરંતુ સમગ્ર રાજ્યનું નામ રોશન કર્યું છે. શહેરના ફ્રીગંજ વિસ્તારમાં હેર સલૂન ચલાવતા 26 વર્ષીય હેરડ્રેસરે પોતાના કામથી ઓળખ બનાવી છે. આદિત્ય દેવરાએ એક સાથે 28 કાતર વડે વાળ કાપીને (Ujjain hair stylist Cut Hair With 28 Scissors ) 'ઇન્ડિયા બુક ઑફ રેકોર્ડ'માં પોતાનું નામ નોંધાવ્યું છે. આ પહેલા આ રેકોર્ડ ઈરાની યુવકના નામે હતો જેણે 22 કાતરની મદદથી વાળ કાપ્યા હતા. આદિત્ય દેવરા તેના પિતા અને ભાઈ સાથે ક્રિએશન વર્લ્ડ ધ યુનિસેક્સ સેલોન હેર કટ નામનું હેર સલૂન ચલાવે છે. આદિત્યએ સોશિયલ મીડિયા પર ઈરાનના હેરસ્ટાઈલિસ્ટને એકસાથે 22 કાતરથી વાળ કાપતા જોયા હતા, ત્યારબાદ આદિત્યએ તેની પ્રેક્ટિસ શરૂ કરી દીધી હતી. આદિત્યએ 28 કાતર પકડીને ચાર વર્ષ સુધી એક સાથે વાળ કાપવાની પ્રેક્ટિસ ચાલુ રાખી. 2022 માં પરફેક્શન આવ્યા પછી, તેણે બંને હાથમાં 28 કાતર વડે વાળ કાપવાનો વીડિયો બનાવ્યો અને તેને 'ઈન્ડિયા બુક ઑફ રેકોર્ડ્સ'માં નામાંકન માટે મોકલ્યો. આ પછી હવે આદિત્યનું નામ રેકોર્ડમાં નોંધાઈ ગયું છે.