Ahmedabad News: રખિયાલમાં BRTS અને ટુ-વ્હીલર વચ્ચે અકસ્માત, યુવકનું મોત - ahmedabad brts etvbharat
અમદાવાદ:અમદાવાદ શહેરના બીઆરટીએસની અંદર વારંવાર અકસ્માત જોવા મળતા હોય છે ત્યારે આજે વધુ એક અમદાવાદના રખિયાલ વિસ્તારમાં આવેલ પટેલ મિલ બીઆરટીએસની અંદર એકટીવા અને બસ વચ્ચે બપોરના ત્રણ વાગ્યાની આસપાસ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એકટીવા ચાલક ઇજાગ્રસ્ત તથા તેને 108 મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. બ્રાન્ચે જીપીસીબીનેઅકસ્માત અંગે એચ ડિવિઝન ટ્રાફિક પોલીસે મૃતક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઈજાગ્રસ્ત પાર્થને સારવાર માટે હોસ્પિટલ મોકલી આપ્યો હતો, જ્યાં ટૂ્ંકી સારવાર બાદ ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો.