Tapi News: વાલોડ તાલુકાના મોરદેવી ગામેથી બેથી ત્રણ વર્ષની દીપડી પાંજરે પુરાઈ - Mordevi village of Valod taluka was caught in cage
Published : Oct 22, 2023, 7:31 PM IST
તાપી:વાલોડ તાલુકાના મોરદેવી ગામેથી અંદાજે બેથી ત્રણ વર્ષની દીપડી પાંજરે પૂરાતા ગ્રામજનોએ રાહત અનુભવી છે. દીપડી ગામમાં ગત દિવસોમાં બે જેટલા પશુઓનો શિકાર કરતા ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો હતો. જેની જાણ વાલોડ વન વિભાગને કરતા વન વિભાગ દ્વારા ગામમાં પાંજરું મૂકવામાં આવ્યું હતું. દીપડી પાંજરે પુરાતા ગ્રામજનો મોટી સંખ્યામાં દીપડીને જોવા ઉમટી પડ્યા હતા અને ફોટો પડાવવા લાગ્યા હતા. જે જોઈ એવું લાગી રહ્યું છે કે ગામના લોકો પર આવેલી મોટી મુસીબત દૂર થઈ ગઈ છે. ગ્રામજનો દ્વારા વાલોડ વન વિભાગની કામગીરી પ્રશંસા કરી તેમનો આભાર માન્યો હતો.
TAGGED:
Tapi dolvan leopard cage