સોશિયલ મીડિયા પર લાઈક મેળવવા જતા લાઈફ ગુમાવી - ચોમાસુ અપડેટ 2022
ન્યુઝ ડેસ્ક : ભારે વરસાદને કારણે સમગ્ર ગુજરાતમાં જળ ત્યાં સ્થળ જેવી સ્થિતિ ઊભી થઈ છે. સોશિયલ મીડિયા પર ચોમાસું સીઝનના તથા વરસાદના અનેક એવા ફોટો અને વીડિયો વાયરલ થયા છે. પરંતુ, છેલ્લા બે દિવસથી સોશિયલ મીડિયા પર દરિયાકિનારાના એક પ્રદેશનો વીડિયો વાયરલ (Social Media video viral) થયો છે. જેમાં લોકો દરિયાના તોફાની મોજા સામે મોજ માણી રહ્યા છે. પરંતુ આ મજા બે વ્યક્તિઓ માટે સજારૂપ સાબિત થઈ હતી. દરિયાનું શક્તિશાળી મોજું કિનારા બાજું ધસમસતું આવતા બે વ્યક્તિને તાણી ગયું હતું. આ વીડિયો ટ્વીટર પર દિપાંશું કાબરા નામના પોલીસ ઉચ્ચ અધિકારીએ પોસ્ટ કર્યો છે. જેમાં તેમણે એક એવું કેપ્શન માર્યું છે કે, લાઈક કરતા લાઈફ વધારે મહત્ત્વની છે.
Last Updated : Feb 3, 2023, 8:24 PM IST