Ahmedabad Rath Yatra 2023: રથયાત્રામાં વિવિધ પ્રકારની થીમોવાળા ટ્રક બન્યા આકર્ષણનું કેન્દ્ર - રથયાત્રા
અમદાવાદ: ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા દર વર્ષે ટ્રક આકર્ષણનું કેંદ્ર બને છે. આ વર્ષે પણ 101 જેટલી ટ્રક રથયાત્રામાં જોડાયા છે. આ વખતે જેમાં G 20, નવું સાંસદ ભવન, અમરનાથ મંદીર સહિત થીમ પર ટ્રકોને શણગારવામાં આવ્યા છે. જેમાં સૌથી સારી ટ્રક શણગારવામાં આવી હશે તેને ઈનામ આપવાની જાહેરાત પણ કરવામાં આવી છે. દેશની બીજા નંબરની સૌથી મોટી ભગવાન જગન્નાથ રથયાત્રા અમદાવાદ શહેરમાંથી નીકળે છે. ત્યારે આ 21 કિમી લાંબી આ રથયાત્રા અનેક કરતબ બાજો, અખાડા, ભજન મંડળી, ટ્રક ચાલકો આ રથયાત્રા જોડાય છે. જેમાં ટ્રક એસોશીએશન દ્વારા દર વર્ષે અવનવી ટ્રક શણગારીને લોકોનું ધ્યાન ખેંચવામાં આવતું હોય છે. ત્યારે આ વર્ષે G 20, નવું સાંસદ ભવન, બાબા બાગેશ્વર ધામ અમરનાથ મંદીર લોકોનું ધ્યાન ખેંચી રહ્યા છે. આજે અમદાવાદમાં ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા છે. ત્યારે ભગવાન જગન્નાથ આજે 72 વર્ષ બાદ નવા રથ પર બિરાજમાન થયા છે. ભગવાન જગન્નાથની 146મી રથયાત્રાને લઇને ભગવાનના મોસાળ સરસપુરમાં આજે ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.