Cyclone Biparjoy Landfall Impact: ભુજમાં અનેક સ્થળોએ વૃક્ષો જમીનદોસ્ત, ફાયર ટીમ એક્શનમાં - cyclone biporjoy live news
કચ્છ:વાવાઝોડા બીપરજોયની અસરના કારણે ભુજમાં અનેક જગ્યાએ વૃક્ષો ધરાધાઈ થયા હતા. ભારે વરસાદ અને ભારે પવનના લીધે નુકસાન થયું હતું.ભુજના રસ્તા પર ઠેર ઠેર વૃક્ષો અને વીજ પોલ થયા ધરાશાયી થયા હતા.ગત સાંજ થી ભુજમાં વરસાદી માહોલ જામ્યો હતો. વાવાઝોડાની અસરને પગલે અનેક વૃક્ષો જમીન દસ્ત થયા હતા.તો ભુજની નગરપાલિકાની ટીમ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી અને ફાયરની ટીમ દ્વારા વૃક્ષ ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.તો કલેક્ટર કચેરી પાસે મોટુ ઝાડ પડ્યું હતું સાથે જ ભારે પવન અને વરસાદના કારણે વિજપોલ પણ પડી ગયા હતા. ભૂજમાં પેટ્રોલ પંપને નુકસાન થયું છે. પંપ પાસે આવેલા વીજપોલને પણ નુકસાન થયું છે. ભારે પવનને કારણે ભૂજના અનેક વિસ્તારમાં પતરા ઉડી ગયા હતા. પેટ્રોલ પંપનું આખું સ્ટ્રક્ચર ઉખડી ગયું હતું. જેના કારણે પંપ બંધ કરી દેવામાં આવ્યું છે. મોડીરાત સુધી ભારે પવનને કારણે અનેક વૃક્ષો ધરાશાય થયા છે. વાવાઝોડાના પ્રહારને કારણે અનેક પ્રકારનું નુકસાન થયું છે. પવનને કારણે અનેક વિસ્તારમાં વીજ વાયર પડી ગયા છે. જેને દૂર કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી.