ગુજરાત

gujarat

આશિત મોદી

ETV Bharat / videos

2024માં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જોવા મળશે અનેક પરિવર્તનઃ આશિત મોદી - દિશા વાકાણી

By ETV Bharat Gujarati Team

Published : Dec 25, 2023, 8:43 PM IST

અમદાવાદઃતારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા 15 વર્ષથી દર્શકોનું મનોરંજન કરવામાં અગ્રેસર રહી છે. ઈટીવી ભારતે આ સીરીયલના નિર્માતા અને પરિકલ્પના કરનારા આશિત મોદી સાથે ખાસ વાતચીત કરી છે. આશિત મોદીએ આ વાતચીતમાં દયાબેન, પોપટલાલના લગ્ન, અયોધ્યા રામમંદિરની મુલાકાત અને ખાસ તો શો છોડીને ગયેલા કલાકારો વિશે વિગતવાર વાત કરી છે. આશિત મોદી જણાવે છે કે, 2024માં નવા દયાબેનને રજૂ કરવામાં આવશે અને જો દિશા વાકાણી આ પાત્ર ફરીથી ભજવવા તૈયાર થાય તો સોનામાં સુગંધ ભળશે તે નક્કી છે. ચૂંટણીને લઈને જેમાં વર્ષ 2024 દરેક માટે મહત્વનું છે તેમ અમારી માટે પણ એટલું જ મહત્વનું રહેશે તેમ આશિત મોદી જણાવે છે. આ સીરીયલના એકએક પાત્રને દર્શકોએ ભરપૂર પ્રેમ આપ્યો છે. સીરીયલને છોડીને જનારા દરેક કલાકારો શું કહે છે તે તેમનો વિષય છે. અમે તો ફક્ત એટલું યાદ રાખીએ છીએ કે આપણે એક પરિવારની જેમ સાથે કામ કર્યુ છે. વર્ષ 2024માં આ સીરીયલમાં પણ અનેક ફેરફારો જોવા મળશે.  

ABOUT THE AUTHOR

...view details