ગુજરાત

gujarat

ETV Bharat / videos

ગણેશ વિસર્જનને લઈને વડોદરા શહેર પોલીસ સજ્જ, ડાયવર્ટ રુટ પર ડીસીપીએ આપી માહિતી - વડોદરામાં ટ્રાફિક રુટ ડાયવર્ટ

By

Published : Sep 9, 2022, 3:03 PM IST

Updated : Feb 3, 2023, 8:27 PM IST

વડોદરામાં આજે અનંત ચતુર્દશીના દિવસને લઇ ગણેશ પ્રતિમાઓનું વિસર્જન શાંતિપૂર્વક માહોલમાં ચાલી રહ્યું છે. ત્યારે શહેરના નવલખી મેદાન ખાતે આવેલ કૃત્રિમ તળાવ વિસર્જન સ્થળ પરથી ડીસીપી અભય સોની દ્વારા પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે સંવેદનશીલ વિસ્તારોમાં ડીજે માટે રુટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે. કૃત્રિમ તળાવથી નજીકના 500 મીટરના રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા જે જેથી કરી ભીડ ન જામે અને પોલીસ જવાનોનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જેથી કરી કોઈ અનિચ્છનીય ઘટના ન બને. સાથે વિસર્જિત થનાર પ્રતિમા સાથે પાંચથી છ લોકોને જ પરવાનગી આપવામાં આવી છે. નર્સિંગ હોમ ચાર રસ્તા અકોટા બ્રિજ ચાર રસ્તા અને કીર્તિસ્થંભ પાસે પણ ડીજે ડાયવર્ટ રુટ નક્કી કરવામાં આવ્યા છે. જનરલ ટ્રાફિકને બંધ કરવામાં આવ્યો છે. મોટા ગણપતિ સાથે છ વાગ્યા પહેલા વિસર્જિત થાય તે પ્રકારની વ્યવસ્થા કરાઈ છે. અનેક ગણેશ મંડળોને અનુરોધ કરાયો છે કે જેમ બને તેમ ઝડપથી વિસર્જન કરવા આવે. Ganesh idol immersion , Ganesh Visarjan in Vadodara , Anant Chaturdashi 2022 , Traffic route diverted in Vadodara
Last Updated : Feb 3, 2023, 8:27 PM IST

ABOUT THE AUTHOR

...view details