ગુજરાત

gujarat

ETV Bharat / videos

જ્યાં વાઘનો જીવતા દેવ તરીકેનો દરજ્જો છે, ડાંગમાં આદિવાસીઓ દ્વારા પરંપરાગત વાઘબારસ ઉજવણી - Traditional Waghbaras celebration

By

Published : Oct 25, 2022, 1:35 PM IST

Updated : Feb 3, 2023, 8:30 PM IST

દંડકારણ્ય વન ડાંગ પ્રદેશ અને ડુંગર વિસ્તારમાં આદિવાસીઓને ખેતી અને પશુપાલન ક્ષેત્રે સંકળાયેલા આદિવાસી સમાજ જંગલી પશુઓ તેમજ પાલતુ જાનવરના રક્ષણ કાજે વાઘને જીવતા દેવ તરીકે આપી વાઘદેવને રિઝવવા માટે પૂજા અર્ચના કરી પરંપરાગત વાઘબારસની ઉજવણી ( Traditional Waghbaras celebration by tribals in Dang ) કરે છે. આદિવાસી વિસ્તારમાં થઈને પર્યટન સ્થળોએ જતા રસ્તામાં વાઘદેવનું સ્થાનક જોવા મળે છે. વાઘબારસની ઉજવણીમાં પરંપરાગત રીતે વન ઔષધિ પાલતુ પશુઓ ઉપર છંટકાવ કરવામાં આવે છે. આસપાસના ગામોમાં આ પૂજન સમયે અનેરો ઉત્સાહ હોય છે. ભગત વિધિ કરાવે છે જેમાં આસપાસના ગામોમાં જંગલી પ્રાણીઓએ માનવી કે પાલતુ પશુઓ પર હુમલો કર્યા હોય એનું વર્ણન પણ કરવામાં આવે છે. વાઘ અને ભાલુડા બનેલી વ્યક્તિના કમરે કાપડમાં ભાખર તેમજ કાચા ચોખા બાંધી આપવામાં આવે છે. વિધિઓના અંતે વાઘ આવ્યોની બૂમો પડે ત્યારે વાઘ અને ભાલડુ બન્ને ભાગવા માંડે છે. ત્યારે તેમની ઉપર ચેવટાનો મારો વરસાવામાં આવે છે. આમાંથી બચીને ગોવાળો જંગલ બાજુ ભાગી જાય છે. અને અંતે લોટમાંથી બનાવેલા ભાખર ખીચુંનું સમૂહ ભોજન થાય છે અને વધેલું વન ઔષધ ( Forest medicine ) લોકો ઘરે લઈ જાય અને જ્યાં પશુઓ રાખવામાં આવે છે ત્યાં છાંટવામાં આવે છે.
Last Updated : Feb 3, 2023, 8:30 PM IST

ABOUT THE AUTHOR

...view details