ખેડૂતો જંગલી ભૂંડના ત્રાસથી ત્રાહિમામ પોકારી ઉઠયા - Surat Variyav village
સુરતના વરીયાવ ગામમાં(Surat Variyav village)આવેલા ખેતરોમાં જંગલી ભૂંડનો ત્રાસ જોવા મળી રહ્યો છે . છેલ્લા એક સપ્તાહથી ભૂંડના કારણે તેના ઉભા પાકને લાખો રૂપિયાનું નુકસાન સહન કરવાનો (Damage to crops from pigs)વારો આવ્યો છે. જંગલી ભૂંડના ત્રાસથી ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. એક ખેતરમાં અંદાજીત રૂપિયા 50,000નું નુકશાન થયું છે. ખેડૂતોએ અગાઉ સ્થાનિક તંત્રને આ અંગે ફરિયાદ પણ કરી હતી જોકે તંત્ર દ્વારા કોઈપણ પ્રકારના પગલાં લેવામાં આવ્યા ન હતા. જેને કારણે અંદાજિત 20 થી 25 જેટલા ખેતરોમાં ભૂંડના ત્રાસના કારણે શેરડીનો ઊભો પાક નાશ થયો છે.
Last Updated : Feb 3, 2023, 8:24 PM IST