Paryushan Parva 2023 : પર્યુષણ પર્વનો આજે છેલ્લો દિવસ, 'મિચ્છામી દુક્કડમ' કહીને ઉજવણી કરાઇ - Michchami Dukkadam
Published : Sep 19, 2023, 8:25 PM IST
જૂનાગઢ : પર્યુષણ પર્વનો આજે છેલ્લો દિવસ છે. સંવતસરીના કાર્યક્રમમાં આજે જૈન શ્રાવક અને શ્રાવિકાઓએ મહાસતીજીની હાજરીમાં આયોજિત થયેલા વ્યાખ્યાનમાં હાજર રહીને સૌને 'મિચ્છામી દુક્કડમ' કહી સંવત્સરીના પાવન પર્વની જેની ધર્મની પરંપરા અનુસાર ઉજવણી કરી હતી. જૈન ઉપાશ્રયોમાં આયોજિત થયેલા મિચ્છામી દુક્કડમ અને વ્યાખ્યાના આયોજનમાં જુનાગઢના જૈનોએ ભાગ લઈને જૈન ધર્મની પરંપરા અને મહાવીર સ્વામી દ્વારા આપવામાં આવેલા ઉપદેશો અનુસાર પ્રત્યેક વ્યક્તિ આજના દિવસે એક મેકની ભૂલ સ્વીકારીને તેનો માફ કરવા સૌને મિચ્છામિ દુકડમ કર્યા હતા.