પોલીસે અશ્વ સાથે તિરંગા યાત્રા યોજી જાગૃતતાના આપી મિશાલ - Triranga Yatra with 35 horses
રાજકોટ સમગ્ર દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવની (Azadi ka Amrit Mohotsav)ઉજવણી કરવામાં આવી રહી છે. દેશ આઝાદ થયો તેને 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સમગ્ર દેશવાસીઓને હર ઘર તિરંગા અભિયાનમા જોડાવવા આહવાન કરવામાં આવ્યું છે. રાજકોટમાં વહેલી સવારે માઉન્ટેડ પોલીસ અને અશ્વ તાલીમ શાળા( Rajkot Horse Training School)દ્વારા 35 અશ્વો સાથે શહેરમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટ માઉન્ટેડ પોલીસના પીઆઇ યુવરાજસિંહ સરવૈયાએ જણાવ્યું હતું કે, આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગાના (Har Ghar Tiranga)ભાગરૂપે આજ રોજ રાજકોટ માઉન્ટેડ પોલીસ અને અશ્વ તાલીમ શાળા દ્વારા માઉન્ટેડ પોલીસ લાઇનથી રેસકોર્સ સુધી 35 અશ્વો સાથે રાષ્ટ્રધ્વજ સાથે હરઘર તિરંગા અભિયાન અંગે લોક જાગૃતિ માટે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
Last Updated : Feb 3, 2023, 8:26 PM IST