દશામાની પ્રતિમા વિસર્જન કરવા ગયેલા 3 યુવાનો નદીમાં ડૂબ્યા, બેના મોત - અમરાવતી નદીમાં ત્રણ યુવાનો ડૂબ્યા
ભરૂચ: અંકલેશ્વરના દઢાલ ગામ પાસેથી વહેતી અમરાવતી (Three youths drowned in Amravati river) નદીમાં આજરોજ વહેલી સવારે એક પરિવારના 3 લોકો દશામાતાની મૂર્તિનું વિસર્જન (Dashama fastival In Gujarat) કરવા આવેલ હતા. દશા માતાની મૂર્તિના વિસર્જન બાદ એક યુવાનનો પગ લપસી જતા નદીમા પડી ગયો હતો. આ જોઈ અન્ય બે યુવાનો નદીમાં પડી (Amravati river Ankleshwar) ગયેલા યુવાનને બચાવવા માટે પડ્યા હતા, પરંતુ પાણી વધુ હોવાથી એક યુવાન બહાર નીકળી ગયો જ્યારે અન્ય બે યુવાનો અમરાવતી નદીમાં ડૂબી ગયા હતા. આ ઘટનાની જાણ અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચી હતી અને ત્યારબાદ પોલીસ દ્વારા અંકલેશ્વર GIDCના DPMCના ફાયર વિભાગને (immersion of Dashama) જાણ કરતા DPMCના તરવૈયાઓ અને સ્થાનિક તરવૈયાઓની મદદ દ્વારા નદીમાં ડૂબી ગયેલા બે યુવાનોના મૃતદેહ શોધવાની કવાયત હાથ ધરવામાં આવી હતી. ભારે જહેમત બાદ બંને ડૂબી ગયેલા યુવાનોના મૃતદેહ મળી આવ્યા હતા. પોલીસ તપાસ દરમિયાન ડૂબી ગયેલ યુવાનો એક જ પરિવારના હોવાનું માલુમ પડે અને તેઓ મૂળ બિહારના અને હાલ અંકલેશ્વરની ક્રિસ્ટલ ચોકડી પાસે રહેતા હોવાનું જાણવા મળ્યુ હતું.
Last Updated : Feb 3, 2023, 8:26 PM IST