ગુજરાત

gujarat

ETV Bharat / videos

ખેડબ્રહ્મા વિધાનસભા બેઠક માટે આ કારણોસર ભાજપને છે કપરા ચડાણ - ખેડબ્રહ્મા વિધાનસભા બેઠક

By

Published : Nov 11, 2022, 6:17 PM IST

Updated : Feb 3, 2023, 8:32 PM IST

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) જાહેર થતાની સાથે જ ભાજપ દ્વારા આજે 160 જેટલા વિધાનસભાના ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરાયું છે. જેમાં ઉત્તર ગુજરાતના આદિવાસી સમાજના દિગ્ગજ નેતા ભાજપમાં જોડાયા બાદ આજે તેમને ખેડબ્રહ્મા વિધાનસભા બેઠક માટે ઉમેદવાર તરીકે જાહેર કરાતા આઝાદીના ઇતિહાસમાં સૌથી વધુ લીડથી ખેડબ્રહ્મા બેઠક ભારતના પ્રધાનમંત્રીને સમર્પિત કરવાની ખેવના રજૂ કરી હતી. સાબરકાંઠાના આદિવાસી વિસ્તારમાં કોંગ્રેસનો ગઢ ગણાતી ખેડબ્રહ્મા વિધાનસભા બેઠક (KhedBrahma assembly seat) અત્યાર સુધીમાં માત્ર એક જ વખતની પેટા ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો હતો. જોકે છેલ્લા ત્રણ ટર્મથી કોંગ્રેસના ધારાસભ્ય તેમજ દંડક બની રહેલા અશ્વિન કોટવાલે તાજેતરમાં કોંગ્રેસને રામરામ કરી ભાજપમાં જોડાયા હતા. આજે ભાજપનો ઉમેદવાર તરીકે તેમની જાહેરાત થતા તેમને જણાવ્યું હતું કે આઝાદીના ઇતિહાસમાં સૌથી વધુ લીડથી આ બેઠક ભારતના પ્રધાનમંત્રીના ચરણોમાં અર્પણ કરવાની છે. તેમજ સ્થાનિક કક્ષાએ બાકી રહેલા કામોને તાત્કાલિક ધોરણે પુરા કરવાની નેમ રજૂ કરી ભારતના પ્રધાનમંત્રીની કામ કરવાની પ્રેરણા થકી આગામી સમયમાં છેવાડાના મતદાન સુધીનો સંપર્ક આગામી વિધાનસભામાં 50000 થી વધુની લીડ સાથે નરેન્દ્ર મોદીને અર્પણ કરવાની વાત કરી છે.
Last Updated : Feb 3, 2023, 8:32 PM IST

ABOUT THE AUTHOR

...view details