Surat Crime: શિયાળામાં તસ્કરો બેફામ, શોપિંગ સેન્ટરમાં એક સાથે છ દુકાનના તાળા તૂટ્યાં - undefined
Published : Dec 23, 2023, 4:55 PM IST
સુરત:એક બાજુ શિયાળાએ જમાવટ કરી છે તો બીજી બાજુ તસ્કરો બેફામ બન્યા છે. કીમ ચાર રસ્તા વિસ્તારમાં સિલવર એપાર્ટમેન્ટમાં આવેલી દુકાનો પૈકી 6 દુકાનોને તસ્કરોએ રાત્રિના નિશાન બનાવી હતી. જેમાં ઈકો મેક્સ એક્સપ્રેસ કુરિયરમાંથી અંદાજિત 70 હજારથી વધુ રોકડા, હિતેશ પુનાવાલાની અક્ષર બેટરી ઈન્વેટરમાંથી અંદાજિત 42000થી વધુની રોકડાની તેમજ બાજુમાં આવેલ બાબુલાલા સોહન લાલ જૈન નામના દુકાનદારની દુકાનમાંથી ચાંદીના સિક્કા રોકડા રકમ મળી 8000થી વધુ અને અન્ય દુકાનોમાંથી રોકડ તેમજ છુટક સામાનની ચોરી થઈ છે. આ અંગે ભોગ બનનારાઓએ કોસંબા પોલીસનો સંપર્ક કરતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. કોસંબા પોલીસ મથકના પીઆઇ જે.એ બારોટે જણાવ્યું હતું કે કોસંબા પોલીસની હદમાં ચોરીની ઘટનાઓ અટકાવવા અમારી ટીમ દ્વારા સતત પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. આ હાલ તસ્કરોને ઝડપી લેવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.