સુરતના સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં ચોરો ત્રાટક્યાં - Surat Civil Hospital
સુરત સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલ બાયોમેડિકલ વેસ્ટના સેન્ટ્રલ સ્ટોરેજ (Surat Civil Hospital Campus)માંથી શનિવારે રાત્રી દરમિયાન ચોરી (Theft at Surat Civil Hospital)થઈ હોવાનો બનાવ બન્યો હતો. શનિવારે સાંજે અહીંના સેનેટરી ઇન્સ્પેક્ટર નિખીલ પટેલે બાયોમેડિકલ વેસ્ટના સેન્ટ્રલ સ્ટોરેજના દરવાજા લોક મારી કમ્પાઉન્ડના મુખ્ય દરવાજા બંધ કર્યા હતા. ત્યારબાદ રવિવારે સવારે બાયોમેડિકલ વેસ્ટના સેન્ટ્રલ સ્ટોરેજનો સ્ટાફ નોકરીએ આવતા અહીં ચોરી થઈ હોવાનું ધ્યાને આવ્યું હતું. સ્ટોરેજની બારીઓની જાળી અને એલ્યુમિનિયમ ફ્રેમ વાળી બારી નહીં હોવાનું જણાતા તેમણે તમામ રૂમોના શટર ખોલી તપાસ કરી હતી . જેમાં રૂમોમાં તોડ ફોડ થવા સાથે રૂમમાં પંખા, પાણીના એલ્યુમિનિયમ ની ફ્રેમ વાળા દરવાજા અને બારી તોડીને અજાણ્યા શખ્સો ચોરી ગયા હોવાનું જણાઈ આવ્યું હતું. જેની જાણ સિવિલના ઉચ્ચ તબીબી અધિકારીઓને કરાતા આ મામલે ખટોદરા પોલીસને જાણ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, ગત દિવસોમાં સિવિલ કેમ્પસમાં એસીના કોપર પાઇપ ચોરી જનાર ટોળકીના સાગરીતને પકડીને સિક્યોરિટી સોંપાયો હતો. પરંતુ તેને સિક્યુરિટી કે પોલીસ દ્વારા કોઈ ગંભીરતા દાખવવામાં આવી નહોતી. દરમિયાન સિવિલ કેમ્પસમાં ચોરીની વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે .
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST