રાષ્ટ્રપિતાની ભૂમિ પર ઉપરાષ્ટ્રપતિ, મણિયારાના તાલ સાથે કરાયું સ્વાગત - મણિયારાના તાલ
પોરબંદરઃ ઉપ રાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ ગુજરાતની મુલાકાતે (Vice President visit to Porbandar)આવ્યા છે. પરાષ્ટ્રપતિ એમ.વેંકૈયા નાયડુનું પોરબંદરની સંસ્કૃતિ એવા મણિયારા રાસથી સ્વાગત કરવામાં આવ્યું હતું. પોરબંદર કીર્તિ મંદિરમાં પૂજ્ય મહાત્મા ગાંધીજીના જન્મસ્થળની( Porbandar Kirti Mandir )મુલાકાતે સહ પરિવાર આવેલા ઉપરાષ્ટ્રપતિનું પોરબંદરના જાણીતા મણીયારા રાસથી યુવાનોએ દાંડિયાના તાલ સાથે સ્વાગત કરી આવકાર આપ્યો હતો. આ તકે ઉપરાષ્ટ્રપતિએ મણિયારા રાસના કલાકારોને પ્રોત્સાહિત કરીને પોરબંદરની આ સાંસ્કૃતિક ધરોહરને આવકારી હતી. તથા મહેર રાસના કલાકારો સાથે ફોટો સેશન કર્યો હતો. ગુજરાત સરકારના કેબિનેટ શિક્ષણપ્રધાન જીતુ વાઘાણી પણ આ તકે ઉપસ્થિત રહીને કલાકારોને બિરદાવ્યા હતા.
Last Updated : Feb 3, 2023, 8:25 PM IST