Navratri 2023: સાબરકાંઠાના શેરપુર ગામમાં નવરાત્રી પર્વે ચાલતી વર્ષોની પરંપરા આજે પણ અકબંધ - શેરપુરની નવરાત્રી
Published : Oct 23, 2023, 7:35 PM IST
સાબરકાંઠા: ઈડર તાલુકાના શેરપૂર ગામે વર્ષોથી ચાલી આવતી નવરાત્રીમાં પરંપરાગત ગરબાની પરંપરા આજે પણ અકબંધ છે. જેમાં ગામની મહિલાઓ આદ્યશક્તિનો ગરબો માથે મુકીને ગરબે ઘુમે છે. ખાસ તો મહિલાઓ માટીથી લઈને તાંબાનો, પિત્તળનો, ચાંદીનો તેમજ રંગબેરંગી ગરબો માથે લઈને ગરબારૂપી માતાજીની આરાધના કરે છે. ગામની વચ્ચે આવેલા ચાચર ચોકમાં સૌપ્રથમ ગામના વડીલો આ ગરબાની શરૂઆત કરાવતા હોય છે. અહીં ન માત્ર મહિલાઓ પરંતુ ગામના વડીલોથી લઈને યુવાન અને નાના બાળકો પણ ક્રમ સર ગરબા રમતા જોવા મળે છે. ગામમાં એક એવી પણ માન્યતા અને પરંપરા રહેલી છે કે, જે આજે પણ ગામની યુવતીઓ અને મહિલાઓ પાળી રહી છે, જેમાંનવરાત્રી પર્વે ઘરેથી ચાચર ચોક સુધી માથા પર ગરબા લઈને નીકળે છે અને ગરબાને પરત ઘર સુધી ન પહોંચાડે ત્યાં સુધી તેને જમીન પર નીચે મૂકી શકાતો નથી. જુઓ આ વિશે અમારો વિશેષ અહેવાલ.